હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી કરી છે અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં જબરદસ્ત સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે 4 સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે.
ambalal Patel varsad aagahi
4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અનરાધાર વરસાદ પડવાની પુરેપુરી સંભાવના છે.
અંબાલાલે જિલ્લા પ્રમાણે પણ વાત કરી કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. ચોમાસાની ગતિવિધિ ફરી સક્રિય થશે. દક્ષિણ ચીનનું વાવાઝોડુ મંદ પડશે.
હિંદ મહાસગારમાં સાનુકુળ પરિસ્થિતિ સર્જાશે. આ બધા પરિબળો સાનુકુળ રહેતા વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે અને 10 સપ્ટેમ્બર સુધી વાતાવરણ યથાવત રહેશે.