અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જો કે હવે અગાઉ જેવો વરસાદ નહીં પડે. અગાઉ તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસ્મા, કડી તેમજ અન્ય આજુબાજુનાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સિવાય સાબરકાંઠાનાં કેટલાક ભાગો, હિંમતનગર, પ્રાંતિજ, બાયડ મોડાસામાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
આ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવઝોડાની સંભાવના છે. વાવાઝોડાના પરિણામે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ચાલુ મહિનામાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, કોઈ સિસ્ટમ સક્રિય ન હોય છતાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 22, 23 અને 24 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. તેના કારણે 27 ઓગસ્ટ બાદ વરસાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જેના કરને 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.