વિવાહિત લોકોને મળશે માસિક 10000નું પેન્શન! જલ્દીથી ઉઠાવો આ સરકારી યોજનાનો લાભ – Atal Pension Yojana

ભવિષ્યને ધ્યાનમાં રાખીને પેન્શન પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ તમારા રિટાયર્મેન્ટને ધ્યાનમાં રાખતા સિક્યોર્ડ રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો સરકારની ઘણી યોજનાઓ તમારા માટે અતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સરકારની એક એવી જ યોજનાનું નામ છે ‘અટલ પેન્શન યોજના’ (Atal Pension Yojana). આ યોજનામાં પાછલા દિવસોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

શું છે અટલ પેન્શન યોજના?

અટલ પેન્શન (Atal Pension Yojana) એક સરકાર માન્ય સરકારી યોજના છે. તેમાં તમારૂં રોકાણ અને તમારી ઉંમરના આધાર પર નક્કી થાય છે કે તમને કેટલું પેન્શન મળશે? યોજના અંતર્ગત તમને ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. તમને 2000 રૂપિયા, 3000 રૂપિયા અને 4000 રૂપિયાનું પેન્શન પણ તેમાં મળી શકે છે.

કોણ કરી શકે છે રોકાણ?

આ અટલ પેન્શન યોજનાને પેન્શન કોષ નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણ (PFRDA) તરફથી 2015 માં શરૂ કરવામાં આવ્યું હતું. તેજ સમયે આ યોજના ફક્ત અસંગઠિત વિસ્તારોમાં કામ કરનારા લોકો માટે જ શરૂ કરવામાં આવી હતી. પણ ત્યાર બાદ તેને 18 થી 40 વર્ષની ઉંમરના દરેક ભારતીય નાગરિક માટે ઓપન કરી દેવામાં આવ્યું. યોજનામાં 60 વર્ષ બાદ પેન્શન મળવાનું શરૂ થાય છે. પણ 1 ઓક્ટોબર 2022થી તેમાં એકવાર ફરીથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

આ છે નવો નિયમ

નવા ફેરફાર અંતર્ગત નાણા મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને કહ્યું કે એવો કોઈ પણ વ્યક્તિ જે આવકવેરા કાયદા અંતર્ગત ઈનકમ ટેક્સ પેયર છે તે અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકશે નહિ. જો કોઈ ટેક્સ પેયર 1 ઓક્ટોબર બાદ અટલ પેન્શન યોજના માટે ખાતુ ખોલાવે છે તો ધ્યાનમાં આવવા પર તેનું ખાતુ તત્કાલ બંધ કરી દેવાશે. સાથે જ તે સમય સુધી જમા પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

યોજનાના ફાયદા

– યોજના અંતર્ગત 18થી 40 વર્ષના દરેક લોકો નૉમિનેશન કરાવી શકે છે.
– તેના માટે અરજીકર્તા પાસે બેંક કે ડાકઘરમાં સેવિંગ એકાઉન્ટ હોવું ખાસ જરૂરી છે.
– યોજના અંતર્ગત તમે જેટલું ઝડપથી રોકાણ કરી શકો તમને એટલો જ વધારે ફાયદો મળશે.
– જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજના સાથે જોડાય છે તો તેને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયા માસિક પેન્શન માટે પ્રતિ માસ 210 રૂપિયા જમા કરાવવાના રહેશે.

કેવી રીતે મળશે 10,000 રૂપિયાનું પેન્શન

– આ સ્કીમનો ફાયદો 39 વર્ષથી ઓછી ઉંમરના પતિ અને પત્ની ઉઠાવી શકે છે.
– જો પતિ અને પત્ની જેમની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી છે, તો તેઓ APY એકાઉન્ટમાં દર મહિને 577 રૂપિયાનું રોકાણ કરી શકે છે.
– જો પતિ-પત્નીની ઉંમર 35 વર્ષ છે તો તેમને દર મહિને 902 રૂપિયા પોતાના APY એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે.
– ગેરન્ટી મંથલી પેન્શન ઉપરાંત, જો પતિ કે પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ થઈ જાય છે તો જીવિત પાર્ટનરને 8.5 લાખ રૂપિયા મળશે સાથે જ દર મહિને તેને આજીવન પેન્શન પણ મળશે.

Leave a Comment