BIG NEWS / દિવાળી પહેલા આઠ કરોડ ખેડૂતોને ગિફ્ટ: PM મોદીએ ટ્રાન્સફર કર્યા કુલ 16 હજાર કરોડ રૂપિયા

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની મોટી ભેટ, PM KISAN YOJNA હેઠળ 12મો હપ્તો કરાયો ટ્રાન્સફર

• ખેડૂતોના ખાતામાં આવ્યા 2 – 2 હજાર રૂપિયા 

• પીએમ મોદીએ કુલ 16 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા 

• દિલ્હીમાં કિસાન સમ્માનનું કરાયું આયોજન 

ખેડૂતોને અનેક ભેટ 

પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર તથા દેશના તમામ લાખો ખેડૂત પરિવાર માટે એક ખાસ અને મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ આજે ફરી DBT ના માધ્યમથી ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેમાં કુલ 16 હજાર કરોડ રૂપિયાની રકમ સીધા જ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે. અને સાથે સાથે દેશભરમાં નવા 600 પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આજે જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પીએમ કિસાન યોજના હેઠળનો 12મો હપ્તો છે, જેનાથી દિવાળીની સિઝનમાં દરેક ખેડૂતોને એક મોટી રાહત મળશે.

લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થયા 2000 રૂપિયાની રકમ 

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ નરેન્દ્ર મોદીએ 2019માં લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો હતો. આ યોજના હેઠળ વાર્ષિક રૂ. 6000ની રકમ રૂ. 2000ના 3 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવે છે. નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજો ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ રીતે લિસ્ટમાં નામ ચેકી કરી શકાય 

1. સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે https://pmkisan.gov.in જવું પડશે.

2. તેના હોમપેજ પર, તમને ફાર્મર કોર્નરનો વિકલ્પ જોવા મળશે.

3. ફાર્મર્સ કોર્નર સેક્શનની અંદર તમારે લાભાર્થીઓની યાદીના વિકલ્પ પર ક્લિક કરવું.

4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી ફીલ કરવાની રહેશે.

5. આ પછી, તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવું પડશે. 

6. આ પછી, લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ બહાર આવશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.

DBT હેઠળ સરકારે ટ્રાન્સફર કર્યા 25 લાખ કરોડ રૂપિયા 

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં હવે જે તે લાભાર્થીને સીધા જ બૅન્કમાં પૈસા મોકલવામાં આવે છે, અને મોદી સરકારની જેટલી યોજનાઓ હાલમાં ચાલે છે તે હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ મોદી ઘણીવાર આ ટેકનોલોજીનો ફાયદો જણાવી ચૂક્યા છે કે બૅન્કમાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરવાના કારણે હવે દિલ્હીથી જેટલા પૈસા જાય છે તેમાં 1 પણ રૂપિયાનું કમિશન વચ્ચે કોઈ ખાઈ શકતું નથી.

Leave a Comment