Election 2022 / ફરી ગુજરાતમાં PM મોદી: વોટિંગ બાદ ગાંધીનગરમાં આ ખાસ જગ્યાએ જાય તેવી શક્યતા

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેનદ્ર મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આજે સાંજ અમદાવાદ પહોંચશે.

• આવતીકાલે અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન.

• PM મોદી અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કરશે.

• આજે સાંજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન આવતી કાલે 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે અમદાવાદ પહોંચશે.

આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન

PM મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે આવશે. તેઓ આવતીકાલે અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. આ ઉપરાંત બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે PM મોદી ગુજરાતના દરેક નાગરિકોને અપીલ પણ કરશે. તેઓ માતા હીરા બા સાથે મુલાકાત કરી શકે તેવી શક્યતા છે. હાલ પીએમ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પીએમ મોદીના કોન્વેયનું રિહર્સલ કરવામાં આવ્યું છે.

બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

આવતીકાલે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી મેદાનની જંગમાં ઉતર્યા છે. જેમાં 764 પૂરૂષ અને 69 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન થશે, જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો છે. બીજા તબક્કામા 36 હજાર 439 બેલેટ યુનિટનો ઉપયોગ થશે અને 36 હજાર 439 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થવાનો છે.

40 હજાર 434 વીવીપેટનો ઉપયોગ થશે

બીજા તબક્કામાં 40 હજાર 434 વીવીપેટનો ઉપયોગ થશે તેમજ 29,062 પ્રિસાઈડિંગ ઓફિસર્સ ફરજ પર ખડેપગે રહેશે. તમને જણાવી દઈએ કે, 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો છે જેમાં 1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરુષ મતદારો અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા મતદારો છે.

1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે

બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે.ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. તેમજ 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે.

Leave a Comment