હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઇને સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર, આગામી સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, સમગ્ર સિઝન દરમિયાન વરસાદ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લામાં મધ્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વિશે માહિતી આપતાં હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડિપ ડિપ્રેશન છે. તેની હલચલ બાંગ્લાદેશ તરફ છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત રિઝનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે બીજી ઑગસ્ટ એટલે કે આજરોજ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ, દાદરા નગર હવેલીમાં થોડાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
ત્રીજી ઓગસ્ટ એટલે કે, ગુરૂવારના રોજ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ, દાદરા નગર હવેલીમાં થોડાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ચોથી ઓગસ્ટ એટલે કે, શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ, દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.