સવારમાં જ 24 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો શું છે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં થઈ રહેલા વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, હળવો વરસાદ આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આજે તથા આવતીકાલે ગુજરાત રિજનમાં ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠા પવનનું જોર વધુ છે, પશ્ચિમ બંગાળની ઉપર જે ડીપ ડિપ્રેશન છે જેની પણ અસર ગુજરાતમાં ભારે પવન સાથે થઈ રહી છે. જોકે, આ સિસ્ટમની અસર વરસાદની દ્રષ્ટિએ ગુજરાત પર થવાની સંભાવના નથી કારણ કે તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભારે પવન છે જેના કારણે દક્ષિણ ગુજરાતના એકાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

સિસ્ટમ નજીક આવશે તે સાથે ગુજરાતના ઉત્તર સહિતના ભાગોમાં વરસાદની કેવી સ્થિત રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવશે, હાલ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દક્ષિણ ગુજરાતની જેમ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

ડૉ. મોહંતીએ રાજ્યના હવામાન અંગે વાત કરી જેમાં અમદાવાદમાં કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તે અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં હળવા વરસાદના સ્પેલ થવાની આગાહી કરાઈ છે. એટલે કે શહેરમાં પાછલા કેટલાક દિવસથી વરસાદી હળવા ઝાપટાં થઈ રહ્યા છે તે પ્રમાણેની સ્થિતિ રહેવાની સંભાવનાઓ છે.

બુધવારે કરવામાં આવેલી આગાહીમાં ભારે વરસાદ અને દરિયામાં જે હલચલ છે તેના કારણે માછીમારોને રવિવાર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે હમણા દરિયો તોફાની રહી શકે છે જેથી માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Comment