ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) હાલમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન ના શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશમાં મોંઘવારી હજુ પણ 4 ટકાથી વધુ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મોંઘવારી ઉપર અંકુશ મેળવવા માટે રેપો રેટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે RBI કહે છે કે આગામી કેટલાક મહિનાઓ સુધી ફુગાવો યથાવત રહી શકે છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવના મોરચે સામાન્ય માણસને કોઈ પણ રાહત મળતી દેખાતી નથી. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ ઘટ કરી છે. આજે પણ દેશના ચારેય મહાનગર અને અમદાવાદ સહિત ગુજરાતમાં વાહનના ઇંધણની કિંમતોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
22 ડિસેમ્બરથી કિંમતો સ્થિર
દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો બહાર પાડે છે. 22 ડિસેમ્બરથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ ફેરફાર થયો નથી. IOCL તરફથી મળેલી માહિતી મુજબ ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારમાં 6 વાગ્યે અપડેટ થાય છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો 6 વાગ્યે અપડેટ કરે છે જો તેમાં ફેરફાર થાય છે તો આ સમય બાદ લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી, તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ 2 ગણી થઈ જાય છે. આ જ કારણ છે કે સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલ આટલું બધું મોંઘુ પડે છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
• દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
• મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
• ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
• કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) હાલમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન ના શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City – Petrol – Diesel
Ahmedabad – 96.42 – 92.17
Rajkot – 96.19 – 91.95
Surat – 96.31 – 92.07
Vadodara – 96.54 – 92.28
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો અને અપડેટ કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમતની જાણ કરી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ ઉપર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 ઉપર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.