Sukanya Samriddhi Yojana: નવા વર્ષની શરૂઆતમાં દીકરીને બનાવો લખપતિ, રૂ.250ના રોકાણથી કરો શરૂઆત

Sukanya Samriddhi Yojana: દીકરીઓના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાની એક છે, સુકન્યા સમૃદ્ધિ યોજના. જે યોજના ને 2015 મા મોદી સરકારે શરુ કરેલી હતી. નવા વર્ષની શરૂઆતમાં તમે પણ તમારી દીકરી માટે આ યોજના હેઠળ રોકાણ કરીને લાભ લઈ શકો છો. તેની સાથે જ તમારી દીકરીની લખપતિ બનવાની સફર પણ શરુ થઇ જશે. જેમાં તમે દર દિવસે રૂપિયા 416 બચાવીને તમારી દીકરીને 65 લાખ રૂપિયા સુધીની માલિક બનાવી શકો છો. આ એક લાંબા ગાળાની યોજના છે. જેમાં રોકાણ કરીને તમે તેના ભણતર અને ભવિષ્ય અંગે નિશ્ચિત બની શકો છો.

આ યોજના એક લાંબાગાળાની યોજના હોવાથી તમારે તેમાં વધુ રોકાણ કરવાની જરૂરી રહેશે નહિ. પહેલા તમે એ નક્કી કરો કે તે 21 વર્ષની થાય ત્યારે કેટલી રકમની જરૂરિયાત ઊભી થશે. એ હિસાબથી રૂપિયા જમા કરવાના રહેશે.

વાર્ષિક 1.50 લાખ જમા કરો

આ એક લોકપ્રિય યોજના દીકરીઓના ભવિષ્ય માટેની માનવામાં આવી રહી છે. 10 વર્ષ સુધીની દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે, અને જેમાં લઘુત્તમ 250 રૂપિયા અને મહત્તમ 1.50 લાખ રૂપિયા જમા કરી શકાય છે. દીકરીની ઉંમર 21 વર્ષ થતા આ યોજનાની મુદત પૂર્ણ થશે જશે. જો કે આ યોજન હેઠળ તમારા રૂપિયા ત્યાં સુધી બ્લોક રહેશે કે જ્યાં સુધી તમારી દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ ન થય જાય. 18 વર્ષ પછી પણ કુલ રૂપિયાના 50% ઉપાડી શકાય છે. જેનો ઉપયોગ ગ્રેજ્યુએશન અથવા આગળના ભણતર માટે પણ કરી શકાશે. પણ જયારે તેની ઉંમર 21 વર્ષની થશે ત્યારે પુરા રૂપિયા તમે ઉપાડી શકો છો.

ટેક્સ માંથી બાદ મળશે

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઈન્ક્મ ટેક્સ એક્ટ 80C મુજબ ટેક્સમાં છૂટકારો મળે છે. જેમાં રૂપિયા 1.50 લાખના રોકાણથી છૂટ મળી શકે છે. તેમજ આ આયોજનામાં મળતું રિટર્ન પણ ટેક્સ ફ્રી હશે. આ યોજનામાં હાલના સમયમાં 7.6% વ્યાજ મળી રહ્યું છે.

ખાતું ખોલવા માટે

સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ખાતું કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. યોજના મુજબ બાળકીના જન્મથી લઈને 10 વર્ષની અંદર ઓછામાં ઓછાં રૂપિયા 250 જમા કરીને આ ખાતું ખોલાવી શકાય છે.

Leave a Comment