પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ.2 હજારનો કુલ 11 હપ્તા મળ્યા છે. આ યોજના હેઠળ વર્ષ દરમિયાન ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. – Pm Kisan Yojana
ગયા વર્ષે તા.9 ઓગસ્ટના દિવસે બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. જોકે, આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના પુરા થઇ ગયા હોવા છતાં હજુ સુધી હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી નથી.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા e-KYC કરવાનો નિયમ અમલી થયા બાદ પણ મોટા પ્રમાણમાં ખેડૂતોએ e-KYC કર્યુ નથી. આથી ખેડૂતોનો સાચો ડેટા હજુ સુધી સરકાર પાસે તૈયાર થયો નથી.
ગયા વખતની જેમ બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા કે e-KYC કર્યુ હોય એવા ખેડૂતોને જ આ લાભ આપવા એ અંગે પણ કોઇ નિર્ણય ન હોવાયો હોવાની સંભાવના છે. આ તમામ પરિબળોના કારણે પીએમ કિસાન યોજનાનો આ 12મો હપ્તો મળવામાં વિલંબ થઇ રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન માટે e-KYC કરવાની મુદત તા.31 ઓગસ્ટ જાહેર કરવામાં આવી હતી.
પણ આ મુદત પૂર્ણ થઇ ગય છે. જોકે, હજુ પણ પીએમ કિસાનની વેબસાઇટ ઉપર e-KYC થઇ શકે છે. આથી જે ખેડૂતોને e-KYC કરવાનું બાકી હોય તેઓ હજુ પણ આ કામ પૂર્ણ કરી શકે છે.