PM Kisan Yojana: દિવાળી પહેલા ખાતામાં આવી જશે 12મો હપ્તો ? મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ

Pm kisan yojana : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પણ એક એવી જ ખેડૂત સહાય યોજના છે. જેની હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.

• ખડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે

• ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત 2-2 હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી

• હવે 12 હપ્તો આવવા જઈ રહ્યો છે

Pm kisan yojana : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયા મોકલી દેવામાં આવ્યા હતા. આ યોજના મુજબ એક વર્ષમાં 3 વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં 2-2 હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત 2-2 હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે. હવે 12 મો હપ્તો આવવા જઈ રહ્યો છે અને 12મા હપ્તા વિશે ખેડૂત કલ્યાણ મંત્રાલય (Ministry of Agriculture and Farmers Welfare) તરફથી સત્તાવાર સૂચના બહાર પાડીને જાણકારી આપી દેવામાં આવી છે.

ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તેમની બનતી કોશિશ કરી રહી અને નવી નવી યોજનાઓ બનાવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પણ એક એવી જ યોજના છે. જેની હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે.

17 તારીખે આવી શકે છે પૈસા 

મળતી જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર 17 અને 18 ઓકટોબર 2022 ના દિવસે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. આ સમયે દેશના કરોડો ખેડૂતો 2000 રૂપિયાની રાહ જોઈને બેઠા છે અને એટલા માટે જ સરકારએ દિવાળી પહેલા આ પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.

કિસાન સન્માન નિધિ ખેડૂતોને સપોર્ટ કરતી સરકારની મોટી યોજના 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ભારત સરકારની મહત્વની યોજનાઓમાંની એક યોજના છે. આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ સરકારની યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં કરવામાં આવે છે. સરકાર આ પૈસા 3 સરખા હપ્તામાં મોકલે છે, એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2000 હજાર રૂપિયા મોકલે છે.

Leave a Comment