ગુજરાતના ખેડુતોને તાડપત્રી ની સહાય, જાણો કયા ડોક્યુમેન્ટ ? ક્યાં અરજી કરવી ? તમામ માહિતી

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં ikhedut portal પર ખેતીવાડી ની યોજનાઓ માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.

રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

 

મળવાપાત્ર રકમ

કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે.

અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે.

 

ખેડૂતની પાત્રતા

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.

લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.

અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.

જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.

Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

જરૂરી ડોક્યુમેન્ટ

ખેડૂતનું આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7-12

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ

5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10. બેંક ખાતાની પાસબુક

 

અરજી કયાં કરવીજો

મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે તમારા ગામના વીસીએમ મારફત તાડપત્રી યોજના નું ફોર્મ ભરાવી શકો છો અથવા તો તમે તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો.

Leave a Comment