ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ, પરેશ ગોસ્વામી: વરાપ કેટલાં દિવસ રહેશે ?

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે.

હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં તાલુકામાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.

રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓની આગાહી કરી છે. જેમાં તેમણે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં માત્ર હળવા વરસાદની સંભાવનાઓ છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. જેના કારણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

પરેશભાઈ ગોસ્વામીની આગાહી

રસાદની ધરી ઉત્તર તરફ ખસી ગઈ હોવાથી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું નિષ્ણાત પરેશ જણાવે છે, આ સાથે તેઓ કહે છે કે, 12 તારીખ પછી પણ મારું માનવું છે કે વરાપ જોવા મળી શકે છે. ચોમાસાની ધરી ઉપર ગઈ છે માટે તેને હવે નીચે આવતા સમય લાગી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હમણાં 12 તારીખ પછી તાત્કાલિક કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાતી નથી.

હાલનું પ્રાથમિક અનુમાન એવું છે કે 12 તારીખ પછી પણ વરાપ જોવા મળી શકે છે. હાલ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ન હોવાનું પરેશ જણાવે છે. નોંધનીય છે કે, સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ રાજ્ય માટે કરાયેલી 7 દિવસની આગાહીમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. અગાઉ પણ હવામાન વિભાગ જણાવ્યું હતું કે બંગાળની ખાડી તરફથી આવેલી સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરે છે અને તેની કોઈ અસર ગુજરાત પર થઈ રહી નથી.

Leave a Comment