મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ

• આગોતરૂં વાવેતર કરનારા ખેડૂતોને ફાયદો : સારા પાકની આશા
• પોરબંદર તાલુકામાં 34,રાણાવાવ તાલુકામાં 10 અને કુતિયાણા તાલુકામાં 30 mm વરસાદ

પોરબંદર જિલ્લામાં દિવસો બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું હતું. પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદનો પ્રારંભ થયો હતો જેમાં પોરબંદર જિલ્લામાં કાલે સવારથી સાંજ સુધીમાં અડધા થી એક ઇંચ વરસાદ નોંધાયો હતો.આજે સવાર થી વરસાદ શરૂ થયો હતો જેમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો,તો રાણાવાવ તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.

સમગ્ર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાને લઈને રાજ્યમાં વરસાદ શરૂ થયો હતો.બીપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી.આ આગાહીને પગલે સમગ્ર રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.પોરબંદર જિલ્લામાં પણ બીપરજોય વાવાઝોડાને લઈને ચાર દિવસ ધોધમાર વરસાદ પડયો હતો.

પરંતુ બીપરજોય વાવાઝોડાને લઈને સમગ્ર દેશમાં ચોમાસુ મોડું શરૂ થયું હતું.સામાન્ય રીતે દેશમાં ચોમાસાનો પ્રારંભ 15 જુનથી થઈ જાય છે પરંતુ આ વખતે બીપરજોય વાવાઝોડાને લઈને ચોમાસાનો પ્રારંભ થવામાં થોડો વિલંબ થયો હતો.પોરબંદરમાં બીપરજોય વાવાઝોડાના વરસાદ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું હતું.

પોરબંદર જિલ્લામાં આજે સવારથી મેઘરાજાનું આગમન થતા જ ધરતીપુત્રોમાં ભારે ખુશી જોવા મળી હતી અને પોરબંદર જિલ્લાના રાણાવાવ,કુતિયાણા અને પોરબંદરમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.પોરબંદર તાલુકામાં 14 mm,રાણાવાવ તાલુકા 7 mm અને કુતિયાણા તાલુકામાં 26 mm વરસાદ નોંધાયો હતો.પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકામાં આજે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો તો સૌથી ઓછો વરસાદ રાણાવાવ તાલુકામાં નોંધાયો હતો.

બરડા પંથકના ભારવાડા, બગવદર, વાછોડા, ખિસ્ત્રી ગામમાં મેઘવર્ષા
જિલ્લાના પોરબંદર,કુતિયાણા અને રાણાવાવ પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદનો પ્રારંભ થયો હતો પોરબંદર જિલ્લાના કુતિયાણા,રાણાવાવ અને પોરબંદર શહેર ઉપરાંત પોરબંદરના બરડા પંથકના ભારવાડા, બગવદર, વાછોડા, ખ્રિસ્ત્રી વગેરે ગામોમાં સવારથી વરસાદ શરૂ થયો હતો, વરસાદ શરૂ થતાં જ ખેતરો પાણી થી તરબોળ બની ગયેલ છે જ્યારે કુણવદર, મજીવાણા, ફટાણા, શીંગડા વિગેરે ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બરડા પંથકમાં લાંબા સમય બાદ વરસાદ શરૂ થતાં જ ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે લાંબા સમય બાદ વરસાદ શરૂ થતાં જ ખેડૂતોના મુર્જાયેલ પાક ફરી લહેરાવા લાગ્યા હતા.

ટાણે જ વરસાદ આવતા ખેડૂતો ખુશી
પોરબંદર જિલ્લામાં બીપરજોય વાવાઝોડાને લઈને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને સમગ્ર જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવણીનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં હજારો હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું હતું પરંતુ વરસાદ ખેંચતા આ તમામ ખેડૂતો એ પાકમાં પિયત માટે ની કામગીરી પણ શરૂ કરી જ હતી તેવામાં જ આજે સવારે વરસાદ શરૂ થઈ જતા જ ખેડૂતોને ટાણે જ વરસાદ આવતા ખેડૂતોમાં ખુબજ ખુશી જોવા મળી હતી.

Leave a Comment