ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ કેવું રહેશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અને પરેશભાઈ ગોસ્વામીની varsad aagahi

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ નહીં થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે આગામી 24 કલાક દરમિયાન પણ રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં હળવો વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં અલનીનોની અસરના કારણે ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો આગામી સમયમાં સારો વરસાદ થાય તેવી ઈચ્છા રાખીને બેઠા છે.

હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે અઠવાડિયા દરમિયાન વરસાદ ન બરાબર રહેવાની આગાહી કરી છે, તેમણે 24 કલાક અંગે સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી આ જ વિસ્તારોમાં વરસાદ સિમિત રહેવાની સંભાવનાઓ છે.

અમદાવાદ અને ગાંધીનગર અંગેના હવામાન અંગે વાત કરીને વૈજ્ઞાનિક અભિમન્યુ જણાવે છે કે, અહીં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. વરસાદની શક્યતાઓ નથી. આગામી એક અઠવાડિયા દરમિયાન કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમની શક્યતાઓ નથી, પરંતુ આગામી દિવસોમાં વરસાદમાં હાલની સરખામણીમાં થોડો વધારો થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

હાલ રાજ્યમાં દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, અને તાપમાન અંગેની વાત કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 7 દિવસ હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે પરંતુ 1-2 ડિગ્રી વધારો થઈ સશે તેવી શક્યતાઓ છે.

પરેશભાઈ ગોસ્વામી ની આગાહી varsad aagahi 
બીજી તરફ રાજ્યના હવામાન નિષ્ણાત અને ખેડૂતોની વાત કરતા પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનાની 5 તારીખ પછી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને 16 લઈને 22-23 સપ્ટેમ્બર દરમિયાન જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ થઈ શકે છે. તેમણે સારા વરસાદ સાથે કૂવા અને બોર છલકાવાની પણ આગાહી કરી છે.

Leave a Comment