Good News: હવે પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતા ધારકો ઘર બેઠા કરી શકશે કમાણી, જાણો કઈ રીતે મળશે ફાયદો?

PMJDY account holders benefits: ગરીબ લોકો માટે બેંકો સુલભ બનાવવા માટે, મોદી સરકારે હવે પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. હવે સરકાર આ ખાતાધારકો માટે નવી યોજનાઓ લાવવાની પુરે પુરી તૈયારી કરી રહી છે. ખાતાધારકોને આ યોજનાઓનો લાભ બેઠકમાં મળશે. ખાતાધારકોને રોકાણ પર સારું વળતર તો મળશે જ પરંતુ સરકારને પણ યોજનાંથી ફાયદો થશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) સાથે જોડાયેલા ગ્રાહકો માટે ખુબજ સારા સમાચાર છે. CNBC વોઈસ અનુસાર, બેંકો PMJDY ખાતાધારકો માટે એક અલગ પ્લાન(સ્કીમ) લાવી શકે છે. આ રોકાણ સંબંધિત આકર્ષક યોજનાઓ હોય શકે. આ યોજનાઓ દ્વારા, બેંકોમાં લગભગ 1.76 હજાર કરોડની થાપણો પર ખાતાધારકોને ન માત્ર સારું વળતર મળશે, પરંતુ બેંકોને પણ તેનો ખુબજ લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંક ખાતાધારકોને સોનું, મ્યુચ્યુઅલ ફંડ અને એફડી જેવી 100 ટકા સુરક્ષિત યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ગરીબ લોકો માટે બેંકો સુલભ બનાવવા માટે, મોદી સરકારે હવે પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. હવે સરકાર આ ખાતાધારકો માટે નવી યોજનાઓ લાવવાની પૂરી તૈયારી કરી રહી છે. ખાતાધારકોને આ યોજનાઓનો લાભ બેઠકમાં મળશે. ખાતાધારકોને રોકાણ પર સારું વળતર તો મળશે જ પરંતુ સરકારને પણ ફાયદો થશે.

PSBs બેંકો આકર્ષક યોજનાઓ લાવશે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે સરકારી બેંકો અને જનધન ખાતાધારકો માટે સુરક્ષિત રોકાણની યોજના લાવી શકે છે. જનધન ખાતામાં લગભગ 1.76 હજાર કરોડ રૂપિયા જમા છે. જે રોકાણ યોજનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં ગોલ્ડ, SIP અને FD જેવા વિકલ્પો પણ આપવામાં આવશે.

સામાન્ય ખાતાધારકોને રોકાણ માટે પ્રોત્સાહિત કરવાની પૂરી જવાબદારી બેંકોની રહેશે. આ માટે લગભગ 6.5 કરોડ બેંક મિત્રોની મદદ પણ લેવામાં આવશે.

Leave a Comment