ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.
વરસાદની આગાહી
ગુજરાતમાં આજે 23 તાલુકામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.
દેશના અનેક વિસ્તારોમાં પણ કરાઇ છે વરસાદની આગાહી
IMDએ કહ્યું છે કે લો પ્રેશરના ક્ષેત્ર દક્ષિણી ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશની વચ્ચેના તટ પર સ્થિત છે. વિભાગે કહ્યું છે કે તેના પ્રભાવના કારણે ઓડિશામાં અતિ ભારે વરસાદ થશે. પવન ફૂંકાશે અને વિજળીઓ ચમકશે.હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વિજળીના ચમકારા અને વાવાઝોડા સાથે 6થી 7 સપ્ટેમ્બરે થોડો અથવા મધ્યમ તીવ્રતાનો વરસાદ થઈ શકે છે. ત્યાં જ ઓડિશા, ઝારખંડ અને અંડમાન અને નિકોબારમાં ખૂબ વરસાદ થઈ શકે છે. તેના કારણે ઓડિશાના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થઈ શકે છે અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થવાની ચેતાવણી આપવામાં આવી છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 6 સપ્ટેમ્બર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 6 અને 7 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની શક્યાતા છે. સાથે જ હવામાન વિભાગે પૂર્વી રાજસ્થાનમાં 7 અને 9 સપ્ટેમ્બર અને ઉત્તરાખંડમાં 8 અને 9 સપ્ટેમ્બર વખતે હલકા વરસાદથી લઈને મધ્યમ અમે ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ લોકોને બીજા ત્રણ દિવસ સુધી ગરમીથી રાહત મળશે. 6થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે. આઈએમડીએ ભારે વરસાદની ચેતાવણી પણ આપી છે. પૂર્વોત્તર રાજ્યોમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન છે. અસમ અને મેઘાલયમાં 8 અને 9 સપ્ટેમ્બર અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી છે.