જૂન-જુલાઇ મહિનામાં બારેમેઘ ખાંગા થયા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ ગયો છે. છેલ્લા 15 દિવસથી સારો વરસાદ ન નથતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો સામે પિયતનો પ્રશ્ન ઊભો થયો છે. આવામાં સૌ કોઇ વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. રોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. આવામાં ખેડૂત સહિતના લોકો માટે આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? તેની આગાહી મહત્વની છે. વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી પણ ‘કોરી-કોરી’ જ છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, વરસાદ ગયો નથી. ધીરજ રાખો ઓગસ્ટના અંતમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
આગામી દિવસોમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી પણ નિરાશ કરનારી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગેરહાજરી જ વર્તાવવાની છે. અમુક જ ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે. ગઇકાલે બપોરે હવામાન વિભાગે કહ્યું હતું કે, 24 કલાક પછીની વરસાદમાં ભારે ઘટાડો જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને એક ભયાનક આગાહી કરી છે. રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે