હવામાન / ગુજરાતમાં આગામી 3 દિવસ ‘ભારે’: અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે.

• અમદાવાદ સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમી
• ગરમીથી બચવા લોકો શેરડીનો રસ,લીંબુ સરબતનો લઇ રહ્યા છે સહારો
• રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો
• 24 કલાક બાદ સતત ગરમીમાં થશે વધારો: હવામાન વિભાગ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જવા પામી છે. ત્યારે ગરમીનો પારે 32 ડીગ્રીને પાર પહોંચ્યો છે. લોકો ગરમીથી બચવા શેરડીનો રસ, લીંબુ શરતબનો સહારો લઈ રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પરન ફૂંકાવાની સંભાવના છે. આગામી 3 દિવસમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ ફરી તાપમાન વધી જશે. જ્યારે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. માર્ચના પહેલા સપ્તાહથી ગરમી વધશે.

મહાનગરોમાં લઘુત્તમ કરતા મહત્તમ તાપમાન લગભગ ડબલ નોંધાયું
રાજ્યમાં ગરમીની શરૂઆત થવા પામી છે. ત્યારે ધીરે ધીરે ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. આગામી 24 કલાક બાદ ગરમી વધે તેવી શક્યતાઓ છે. માર્ચની શરૂઆતથી ગરમીનું પ્રમાણ અસહ્ય બનશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ સતત ગરમીમાં વધારો થશે. માર્ચમાં 40 ડીગ્રીએ ગરમીનો પારો પહોંચી જશે. ફેબ્રુઆરીથી જ બપોરના સમયે ઉનાળાનો અનુભવ લોકો કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠે બરફ અને શેરડીના પીણાનો વેપાર શરૂ થયો છે. ગરમીથી બચવા નાગરિકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે મહાનગરોમાં લઘુત્તમ કરતા મહત્તમ તાપમાન લગભગ ડબલ નોંધાયું છે. જેમાં અમદાવાદમાં ગરમીનો પાર 32 ડીગ્રીએ પહોંચ્યો છે. સુરતમાં 34 ડીગ્રી, વડોદરામાં 33 ડીગ્રી, રાજકોટમાં 33 ડીગ્રી તાપમાન નોંધાવવા પામ્યું છે.

ગરમી-તાપથી બચવાના ઉપાય
તો ગરમી બચવા માટે બહાર નીકળવાનું ટાળો. શરીર અને માથું ઠંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરો તાપથી બચવા ટોપી ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરો ભીંના કપડાથી માથું ઢાંકીને રાખો સીધા તાપથી બચવું ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળો.

લૂથી બચવાના ઉપાય
તો લૂ લાગવાથી બચવાના ઉપાય પર નજર કરી તે ઉનાળામાં પાણી લીંબુ શરબત છાશ નાળિયેરનું પાણી વધારે પીવો વરિયાળી કાચી કેરી ગુલાબ અને કાળી દ્રાક્શના સરબત પીવો. બને તો ઉપવાસ કરવાનું ટાળો અને સવારનું ભોજન 12 વાગ્યા પછી લઈ લેવું.

લૂ લાગવાના લક્ષણો
તો હવે લૂ લાગવાના લક્ષણો પર નજર કરીએ તો માથા અને પગની પિંડીઓમાં દુઃખાવો ઊલ્ટી ઊબકા અને ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું ખૂબ તરસ લાગવી અને શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.

Leave a Comment