હવામાન અને પરેશભાઈ ગૌસ્વામીની આગાહી, કેવું રહેશે 5 દિવસનું હવામાન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે હાલના હવામાન તથા આગામી સમયમાં આવનારા વરસાદ અંગે વાત કરી છે. મહત્વનું છે કે પાછલા કેટલાક દિવસોથી વરસાદ વિરામ લીધો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસની શુક્રવારે કરેલી આગાહીમાં હાલ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી નથી. એક તરફ ખેડૂતો ચિંત છે કે જો પિયત કરીએ અને પછી વરસાદ આવે તો તેમના પાકને નુકસાન થઈ શકે છે, આ મુદ્દે પણ પરેશ ગોસ્વામીએ મહત્વની વાત કરીને ખેડૂતોને સલાહ આપી છે. નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની શું સ્થિતિ રહેશે તે અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.

જુલાઈ મહિનામાં રાજ્યભરમાં વરસાદ જોવા મળ્યા પછી ઓગસ્ટ માસમાં વરાપની સ્થિતિ છે. હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે અને ભેજ પણ છે. ભેજના કારણે કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી જણાવે છે કે રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી મોટા વરસાદની સંભાવનાઓ નથી. આવામાં તેમણે ખેડૂતોને મહત્વની સલાહ આપીને પાક સૂકાતો હોય તો પિયત કરી દેવું જોઈએ

હાલ જે વાદળછાયું વાતાવરણ છે તેમાં 12 ઓગસ્ટથી વધારો થવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેમણે આ પાછળનું કારણ પાકિસ્તાનના અમુક ભાગ પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન ગણાવ્યું છે. વાદળો ઘેરાવાથી વરસાદ તૂટી પડવા જેવો માહોલ સર્જાશે પરંતુ ભારે વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, 12, 13 અને 14 ઓગસ્ટ દરમિયાન ઘાટા વાદળો જોવા મળશે.

ગુજરાતમાં કેમ વરસાદ પડતો નથી કે ખેંચાઇ ગયો છે? તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, વર્ષા મેઘ પ્રકારના વાદળો થતા નથી. કારણ કે સાનુકુળ વાતાવરણ નથી. ગુજરાતમાં હવાનું દબાણ ઉંચુ છે. આ ઉપરાંત દેશના પૂર્વ ભાગમાં વરસાદ છે. દેશના પૂર્વમાં વરસાદ ઘટે તો પશ્ચિમમાં ગતિવિધિ વધશે અને હિંદ મહાસાગરમાં પશ્ચિમ ભાગમાં વાદળો બનવા છતાં વરસાદ થતો નથી.

આજે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક સ્થળે વરસાદની આગાહી કરાઇ છે. આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે કરી છે હળવા વરસાદની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રિજનમાં હળવો છૂટોછવાયો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણાં ઓછો વરસાદ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment