રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે. જે પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બની જવાની શક્યતા છે.
આ સાથે જ તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ, વરસાદ અને થન્ડર સ્ટ્રોમ અંગે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.બીજી બાજુ, વાવાઝોડાને પગલે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જેમાં કહ્યું કે 11 અને 12 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જ્યારે સામાન્ય વરસાદની પણ શકયતા છે.
સાથે જ હવામાન વિભાગે કહ્યું કે, ગઇકાલે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું હતું. આજે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. અત્યારે ડિપ્રેશન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છે. તેની મુવમેન્ટ લગભગ ઉત્તર તરફ રહેવાની સંભાવના પણ છે. સાથે જ તે આગામી 12 કલાકમાં સાયક્લોનમાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે.
આજે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે ચેતવણી આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે ચેતવણી આપી નથી. સાથે જ માછીમારોને દરિયા કિનારા તરફ જવાની મનાઇ ફરમાવી છે.હવામાન વિભાગના આજના સવારના 10.30 વાગ્યાના રિપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વમાં બનેલું ડિપ્રેશન પોરબંદરથી દક્ષિણમાં 1160km દૂર સક્રિય થયું છે, હવે તે ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ થશે કે અન્યત્ર જશે તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં પણ આવી રહી છે.