હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો Varsad Agahi

રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઇ પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગાામી ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એ પછી વાતાવરણ સૂકું રહેશે.

હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો | Varsad Agahi

અલનીનોની અસરના કારણે વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં હળવો વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, જ્યારે રાજ્યમાં સિઝનનો 94 ટકા વરસાદ પડ્યો.

ગઇકાલે ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. જે બાદ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની શક્યતાઓ નથી. આ સાથે અલનીનોની અસર હોવાની પણ વાત હવામાન વિભાગે કરી છે. સિસ્ટમો ગુજરાતની નજીક આવીને ફંટાઈ રહી છે જેના કારણે પણ રાજ્યમાં જોઈએ તેવો વરસાદ થઈ રહ્યો નથી. ઉત્તર ગુજરાતમાં પણ એકાદ દિવસમાં હવામાન સૂકું થવાની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. હાલ ગુજરાતમાં કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય, મધ્યમ કે ભારે વરસાદી ઝાપટા પડશે. પરંતુ ભારે વરસાદની શક્યતા નહીંવત છે. કારણ કે 31 ઓગસ્ટ આસપાસ હોંગકોગ બાજુ બનતુ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. જેના કારણે ભારતના ચોમાસાને નબળું કરતું જણાશે. આ સાથે ચક્રવાત 3થી 4 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં આવીને લો પ્રેશર સર્જાવવાની શક્યતા રહેશે. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી આવતા સ્ટોર્મ ભારતના હવામાનને પ્રભાવિત કરી શકે તેવું અનુમાન છે.

નોંધનીય છે કે, રાજ્યમાં હાલ મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેમ ઓગસ્ટ મહિનામાં ખાસ વરસાદ વરસ્યો નથી. ત્યારે જૂન અને જુલાઈમાં શ્રીકાર વરસેલા વરસાદ સાથે રાજ્યમાં સિઝનનો કુલ 81 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 66 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ડેમની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 83.92 ટકા પાણીનો જથ્થો સંગ્રાયેલો છે. જ્યારે સૌથી ઓછો પાણીનો સંગ્રહ મધ્ય ગુજરાતના 15 ડેમમાં માત્ર 49.20 ટકા પાણીનો જથ્થો છે.

Leave a Comment