ભારે વરસાદ નહિવત, હવામાન આગાહી તેમજ અંબાલાલ પટેલે શું કહ્યું ?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ ન હોવાની શક્યતાઓ શુક્રવારે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું પણ જણાવ્યું હતું. બીજી તરફ અંબાલાલ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આપનારી વિશાળ સિસ્ટમની અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે ચાલુ અઠવાડિયાના અંતમાં તથા આગામી અઠવાડિયા દરમિયાન કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં હમણાં ભારે વરસાદની શક્યતાઓ નથી. જે વરસાદી સિસ્ટમ બની હતી તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ સહિતના ભાગોમાં ગતિ કરશે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી.

હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ગઈકાલે રાત્રે તથા આજે વહેલી સવારે કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા થયા હતા. આ જ રીતે ગાંધીનગર સહિતના ભાગોમાં પણ હળવો વરસાદ થયો હતો.

બીજી તરફ અંબાલાલ પટેલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલુ ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મોટો છે અને તેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે આ સિસ્ટમની અસર આડકતરી રીતે ગુજરાત પર પણ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલે તારીખ 5 અને 6 ઓગસ્ટ માટે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

અંબાલાલે અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ભરૂચ સહિતના ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે. આ વહન જબરું છે અને તેનો ઘેરાવો મોટો છે, આ વહનથી ઉત્તરપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે

Leave a Comment