ગુજરાત વરસાદ : આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા તથા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 25 જૂન માટે ઉત્તર ગુજરાત (North Gujarat) ના 3 અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના 2 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું છે. આ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (Very Heavy Rain) ની સંભાવના.

ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે. મેઘરાજાએ પહેલા ગીર સોમનાથ, ત્યારબાદ દ્વારકા અને પછી જુનાગઢ તથા નવસારીમાં ભારે કહેર વરસાવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મેઘરાજા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના 3 જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

ક્યા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની 25-07-2023ની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. જો જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત પણ કરવામાં આવી છે.

કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર, આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અલગ-અલગ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આગામી 3 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલ બુધવારથી વરસાદનું જોર થોડુ ધીમુ પડશે, 26 જૂલાઈ નવસાર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં કેટલાક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય અન્ય વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તો 27, 28 અને 29 તારીખે પણ કોઈ જિલ્લામાં અતિભારે કે ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી.

Leave a Comment