મહારાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ સંબંધી બનાવોમાં કુલ 337નાં મોત – weather forcast in india

– વીજળી પડવાથી 70 નાં મોત, વિદર્ભમાં સૌથી વધુ જાનહાનિ

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં આકાશી વીજળી સામે રક્ષણ માટે ગોઠવાયેલાં એરેસ્ટર્સ નબળી ગુણવત્તાનાં

મુંબઇ : 2022 ના ચોમાસામાં આખા મહારાષ્ટ્રમાં કુલ 337 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આમાંની 70 વ્યક્તિઓ વીજળી પડવાને કારણે મૃત્યુ પામી છે.વીજળી પડવાની સૌથી વધુ ઘટના મહારાષ્ટ્રના વિદર્ભ અને મધ્ય અને ઉત્તર મહારાષ્ટ્રમાં થઇ છે.

રાહત અને પુનઃ વસવાટ ખાતાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે અતિ ભારે વરસાદને કારણે મૃત્યુની સૌથી વધુ ઘટના મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં નોંધાઇ છે. વિદર્ભના 11 જિલ્લામાં કુલ 192 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે જેમાં નાગપુર જિલ્લામાં સૌથી વધારે ૩૫ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ત્યારબાદ મરાઠવાડા વિસ્તારના આઠ જિલ્લામાં 61 જ્યારે ઉત્તર મહારાષ્ટ્રમાં 41 વ્યક્તિ મૃત્યુ પામી છે. જોકે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વર્ષાને કારણે મૃત્યુ ની ઘટના સૌથી ઓછી નોંધાઇ છે.

કે 2022ની વર્ષા ઋતુમાં અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઉમટેલાં તોફાની પૂરમાં તણાઇ જવાથી સૌથી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. જોકે વીજળી પડવાને કારણે પણ ઘણાં નાગરિકોનાં મૃત્યુ થયાં છે. વરસાદી માહોલમાં અને ખાસ કરીને વીજળી પડવાની ઘટનાથી કઇ રીતે સાવધાન રહેવું તે બાબતમાં હજી બહોળી જાગૃતિ ફેલાવવાની જરૃર છે.

છેલ્લા ત્રણ વરસમાં મહારાષ્ટ્રના પુણે, ગઢચિરોળી, ચંદ્રપુર વગેરે જિલ્લામાં વીજળી સામે રક્ષણ આપતાં 4500 એરેસ્ટર્સ પણ ગોઠવવામાં આવ્યાં છે. જોકે આ તમામ એરેસ્ટર્સ નબળી ગુણવત્તાવાળાં હોવાથી તે ફક્ત 70 મીટરના વિસ્તારને આવરી શકે છે. જળગાંવ, ધુળે, નાંદેડ, બીડ, હિંગોળી, લાતુર, ઉસ્માનાબાદ, અમરાવતી, વાશીમ, ચંદ્રપુર વગેરે વીજળી પડવાનું સૌથી વધુ જોખમ ધરાવતાં સ્થળો છે.ભૌગોલિક પરિબળ એ છે કે આ તમામ સ્થળો સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળા વચ્ચે આવેલાં હોવાથી જમીન તથા ભારે તોફાની વાદળો વચ્ચે અસમતુલા સર્જાય છે.

Leave a Comment