જામનગર જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બરથી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરાઈ – weather forecast gujarat

જામનગર જિલ્લામાં આખરે ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બર થી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરવામાં આવી છે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા વરસાદની સિઝનનો પિરિયડ પૂરો થયો છે. જોકે આગામી ૩૧મી નવેમ્બર સુધી જામનગર જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય રહેશે.

weather forecast gujarat

30 વર્ષના એવરેજ પ્રમાણે જામનગર જિલ્લામાં ચાલુ સિઝનમાં 104.17% વરસાદ નોંધાયો છે, અને છેલ્લા ૩૦ વર્ષની એવરેજ ના ભાગરૂપે 729 ઇંચ વરસાદ થયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસુ સત્ર થોડું મોડું શરૂ થયું હતું, અને પ્રારંભિક છૂટો છવાયો વરસાદ થયા પછી છેક ભાદરવો માસ પણ ભરપૂર રહ્યો હતો, અને ચાલુ વરસાદી સીઝનમાં સમગ્ર જિલ્લામાં કુલ 104.17% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના જોડીયામાં નોંધાયો છે, અને ફુલ 143.83% વરસાદ પડ્યો છે, તે જ રીતે જામનગર જિલ્લાના લાલપુરમાં સૌથી ઓછો 74.49% વરસાદ નોંધાયો છે. શહેરમાં પણ ચાલુ સીઝનમાં 88.60% વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા 30 વર્ષની એવરેજ કાઢવામાં આવે તો પ્રતિ વર્ષની 700 ઇંચ ની એવરેજ છે, જેની સામે જામનગર જિલ્લામાં આ વખતે વધારે વરસાદ નોંધાયો છે, અને કુલ 729 ઈંચ વરસાદ પડી ગયા ના અહેવાલો મળ્યા છે.

જળાશયોની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકી 20 થી વધુ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. અમુક જળાશયોમાં પાણી નો જથ્થો પર્યાપ્ત માત્રામાં ન હોવાથી ‘સૌની’ યોજના હેઠળ પાણી ઠાલવવામાં આવી રહયું છે. ઉપરાંત બાકી રહેલા અનેક ચેક ડેમો પણ ‘સૌની, યોજનાથી ભરવામાં આવી રહ્યા છે. એકંદરે જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન પ્રતિવર્ષ કરતાં વધારે રહી છે.

Leave a Comment