વરસાદને લઈને આગાહી બદલાઈ, ગુજરાતને બદલે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ, જાણો કેવો વરસાદ ગુજરાતમાં ?

ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વના તથા દક્ષિણના ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે સિસ્ટમ (ડિપ્રેશન) બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ હતી તે હવે દેશના ઉત્તરપશ્ચિમ ભાગ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાત પર તેની અસર નથી પરંતુ રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આજે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોને બાદ કરતા રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે.

ગુરુવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા વરસાદના કેટલાક સ્પેલ રહી શકે છે. સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહી હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં થયેલા વરસાદ સામાન્ય કરતા વધુ છે,

અંબાલાલ પટેલે કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Comment