ગુજરાતમાં બીપોરજોય નામના વાવાઝોડાથી ભારે તબાહી સર્જાય છે. વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ છવાયેલો રહ્યો. આમ પણ આ વર્ષે માવઠાની અસર વધુ જોવા મળી છે, ત્યારે વિધિવત રીતે ચોમાસુ ક્યારે શરૂ થશે તે અંગે અંબાલાલ પટેલે હવે આગાહી કરી દીધી છે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે ચોમાસું ક્યારે શરૂ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે જે આગાહી કરી હતી તે પ્રમાણે એ આગાહી 100% સાચી પડી છે, ત્યારે હવે ફરી એકવાર તેમને ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 21 જૂનથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે. 20 જૂને અષાઢી બીજ છે અને તેના એક દિવસ બાદ ચોમાસું શરૂ થઈ જવાના એંધાણ.
આ વર્ષે વાવાઝોડાની અસર ચોમાસા પર પડી છે, જેથી કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. હાલમાં જ્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ પણ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાવાઝોડાની (cyclone) અસર 18 જૂન સુધી રહેશે અને ગુજરાતમાં 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસા ની શરૂઆત થઈ જશે.
જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસાની પોટર્ન મુજબ જ થશે અને આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર થઈ જશે. તેથી આવનારી તારીખ દરમિયાન 19 થી 21 માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે.
ખાસ નોંધ – આ વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર પણ કરતા રહો. ધન્યવાદ 🙏…