નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે .
Navratri 2022 : નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે . નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત.
25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદ .ચોમાસુ વિદાય લેવાની કચ્છથી શરૂઆત થઈ છે. જતાજતા કેટલાક વિસ્તરાઓમાં વરસાદ રહે તેવી શકયતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત
કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં 185ની સ્ટ્રાઇક રેટ ટકાવારીથી અધધ 845 મીમી વરસાદ થયો.
મોનસુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મીમી વસરાદની સામે અધધ 845 મીમી વરસાદ નોંધાયો.