Weather Today: ઉત્તર ભારતના હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, જાણો દેશભરમાં ક્યાં પડશે વરસાદ

Weather News Today: હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. તાપમાનમાં વધારો પણ થઈ શકે છે.

Weather Update India: સોમવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું એવું છે કે આ વિસ્તારોમાં વરસાદનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. તાપમાનને લઈને મહત્વની માહિતી પણ આપી છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 6 ડિગ્રી સુધી વધી શકે છે.

ઉત્તર ભારતના હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

આગળ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ પણ વધારો જોવા મળશે નહી. જો કે તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થશે. મહારાષ્ટ્રમાં પણ આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી શકે છે.

ઉત્તર પૂર્વમાં હવામાન કેવું રહેશે?

પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ હવામાન બદલાઈ શકે છે. 26 થી 28 જાન્યુઆરી સુધી આ રાજ્યોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પણ થઈ શકે છે. બીજી તરફ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે.

ઉત્તરાખંડમાં રવિવારે ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રકિયા સક્રિય થઈ શકે છે. જેના કારણે રાજ્યના ચાર જિલ્લામાં હળવો વરસાદ અને સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. કુમાઉના ઊંચા શિખરો પર પણ હળવી હિમવર્ષા થઈ શકે છે. તો દૂન સહિત આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે.

દિલ્હી-NCRમાં ગરમી વધશે

આગળ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 7 વાગ્યેથી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 8 ડિગ્રી વધુ છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે. 20 ફેબ્રુઆરીએ 17 વર્ષનો રેકોર્ડ તોડતા મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજથી તેમાં ફરી વધારો થવાની સંભાવના પણ છે.

Leave a Comment