હવે આ વાવાઝોડું મારી જ નાખશે…100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે…કઇ બે તારીખે વરસાદ ધબાધબી બોલાવશે…

ગુજરાત ઉપર વાવાઝોડના સંકટથી લોકોની ઊંઘ હરામ થઈ : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવે વાવાઝોડું ત્રાટકશે – વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા : ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે છે વાવાઝોડું ?

રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે પાંચ દીવસ સુધી વરસાદી માહોલ જાવા મળી શકે છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ 104 તાલુકામાં એકથી લઈ સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. હજુ આ વરસાદ 9મી જુન સુધી રહી શકે છે. ચોમાસા પહેલાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે આગામી દિવસોમાં વાવાઝોડાના ખતરો પણ તોળાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં વાવાઝોડાનું સંકટ છે અને આ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે અને ભારે તબાહી મચાવી શકે છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય બે તારીખોમાં અનરાધાર વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ચાલુ વર્ષે હોળી ધૂળેટીથી શરૂ થયેલો કમોસમી વરસાદનો માર છેક ચોમાસુ આવવા થયું ત્યાં સુધી ચાલુ રહ્યો છે. આજથી રાજ્યમાં વરસાદે ધડાધડી બોલાવી છે અને હજુ પાંચ દિવસ એટલે કે ૮મી જૂન સુધી આ સ્થિતિ રહી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે. જો કે, લોકોને આ વરસાદમાંથી છૂટકારો મળે ત્યાં ફરી એક મોટો ખતરો પણ તોળાઈ રહ્યો છે. ગુજરાત માથે હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે અને જેમાં 100 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને દરિયા કિનારે તેની વ્યાપક અસર જાવા મળી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે અને આ વાવાઝોડું ગુજરાતમાં 13મી જૂને એન્ટ્રી કરી શકે છે અને પોરબંદરથી નલિયા વચ્ચે ટકરાઈ શકે છે. આ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઇ ન જાય તો ગુજરાતમાં 13 અને 14 જૂન દરમિયાન તોડ઼ાની વરસાદ પડી શકે છે. હાલ ગુજરાત ઉપર હવે નવું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર પણ સંભવિત વાવાઝોડાને લઈ માર્ગદર્શિકા પણ જાહેર કરી શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી શકે છે. રાજ્યમાં હાલ ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને આજે અનેક વિસ્તારોમાં એકથી લઈ સવા બે ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જેમાં તોફાની વાવાઝોડાએ ત્રણ વ્યક્તિના જીવ પણ લીધા છે.

Leave a Comment