Rain In The State: શિયાળામાં વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ ચૂકી છે. રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થય ગ્યો છે.
Rain In The State: રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં પણ હાલ વરસાદ થઈ રહ્યો છે. ઉગતા શિયાળામાં વરસાદ થવાથી પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાની શક્યતા છે. કારણ કે, શિયાળામાં વરસાદ થવાથી ખેતરમાં ઊભા પાકને ખુબજ નુકશાન થાય છે. ત્યારે રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. રાજુલા પંથકમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. રાજુલાના બાબરીયા, અંમૂલી, અખેગઢ અને વાવેરા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ શરુ થયો છે.
ખેડૂતોમાં પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ
કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના કપાસ મગફળી સહિતના પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂતોની ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા વરસાદના કારણે પલળવા લાગ્યા છે. જેથી જગતનો તાત અતિ ભારે ચિંતામાં મુકાયો છે. હાલ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં થયો ભારે વધારો થયો છે. કારણ કે, પાક લણવાના સમયે વરસાદ પાકને બરબાદ કરી શકે છે.
રાજ્યના મોટા ભાગોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો
આ સાથે જ ડાંગ જિલ્લાના સાપુતારામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગિરિમથક સાપુતારામા પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. છોતરા વરસાદને પગલે ડાંગર, નાગલી અને વરાઈ જેવા પાકોમાં નુકશાનની ભીતિ સર્જાઈ રહી છે. વગર મોસમે ધોધમાર વરસાદ થતા ધરતી પુત્રોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ સાથે સાથે ખેડુતોના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે dandadda. ગુજરાત, દેશ વિદેશ, ખેડૂત, ટેકનોલોજી, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો dandadda પર.