રંગમાં ભંગ/બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, 4 રાજ્યોમાં ચોમાસું પાછુ ફર્યું : Weather Update

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે.

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પરંતુ અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવું ચક્રવાત એક્ટિવ થવાના કારણે દેશના કેટલાય ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાનથી આગામી 2 થી 3 દિવસમાં ચક્રવાત દક્ષિણ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં પહોચી શકે છે. તેના પ્રભાવથી દક્ષિણ ભારતીય રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ તરફથી તાજેતરના હવામાન અપડેટ અનુસાર, બિહાર, સિક્કિમ, મેઘાલય અને મધ્ય પ્રદેશથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસી થઈ ચુકી છે. તો વળી આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાલ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં ચોમાસુ એકદમ પાછુ ફર્યું છે. ઝારખંડ, ઓડિશા સહિત અને રાજ્યોમાં ચોમાસાની વાપસી માટે અનુકુળ સ્થિતિ બનેલી છે. આગામી 2 દિવસોમાં અહીંથી ચોમાસૂ એકદમ પાછુ ફરી વળશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ અલગ ભાગમાં ચોમાસું પાછુ ફરવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. આગામી થોડા દિવસમાં આ પ્રક્રિયા ચાલુ રહેવાની પૂરી શક્યતા છે.

બંગાળની ખાડીમાં ચક્રવાત

ચોમાસાની વાપસી સાથે જ બંગાળની ખાડીમાં એક ચક્રવાત પણ એક્ટિવ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસર પશ્ચિમ મધ્ય અને તેનાથી અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત એક્ટિવ થયો છે. આવનારા 2-3 દિવસમાં દેશના દક્ષિણ ભાગોમાં તે પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, 18 ઓક્ટોબર 2022ના રોજ ઉત્તરી અંદમાન સાગર અને તેની આસપાસના દરેક વિસ્તારોમાં ચક્રવાત એક્ટિવ થઈ શકે છે. 20 ઓક્ટોબર 2022 સુધી તેના નિચા દબાણવાળા વિસ્તારમાં પરિવર્તન થવાની સંભાવના રહી શકે છે.

આ રાજ્યોમાં વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં ચક્રવાત એક્ટિવ થવાની સાથે સાથે દક્ષિણ ભારતના કેટલાય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડૂ, પુડુચેરી અને કેરલમાં મધ્યમથી ભારે પ્રકારનો વરસાદ થવાનુ અનુમાન છે. આ રાજ્યોમાંથી 15 થી 19 ઓક્ટોબર સુધી હવામાનનો મિજાજ આવો જ રહેશે. કર્ણાટકના અંદરના ભાગમાં 16 ઓક્ટોબરથી વરસાદ થવાની શક્યતા છે. તેની સાથે જ તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ અને કેરલમાં અમુક જગ્યાએ મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે.

Leave a Comment