વાવાઝોડું દિવાળીમાં, 5 દિવસ અહીં પડશે વરસાદ, ગરમી માટે પણ રહેજો તૈયાર, આવી ગઈ છે નવી આગાહી – Rain Forcast 2022

Gujarat Rain Forecast 2022: રાજ્યમાં પાછોતરા વરસાદ કાઢી રહ્યો છે છોતરા, ખેડૂતો ભયભીત, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની છે સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગની ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે નહીં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ માટે વલસાડ, નવસારી, દાદરા નગર માટે આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં આજે સામાન્ય વરસાદ થઈ શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુકું રહિ શકે છે. જ્યારે હાલ 35 ડિગ્રી તાપમાન છે, જેમાં 2 ડિગ્રી વધી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન સામાન્ય રહેશે.

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની કોઈ પણ સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગિર સોમનાથ માં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં લગભગ કાલથી વરસાદની કોઈ સંભાવના નથી અને ત્યાં વાતાવરણ સૂકું જોવા મળશે. હાલમાં ઘણી જગ્યાએ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બીજી બાજુ, વાતાવરણમાં સતત જોવા મળતા બદલાવ વચ્ચે રાજકોટના ઉપલેટા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં દિવસભરની ભારે ગરમી બાદ ધોધમાર વરસાદ પાડ્યો હતો. મોટી પાનેલી, શહીદ ખારચીયા, કોલકી, રબારીકા, ચરેલીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત પણ મળી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને વધુ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, 14 થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. પાછોતરો વરસાદ પણ પડી શકે છે, જ્યારે તે પછી ફરી એક વાવાઝોડું પણ આવી શકે છે. આ વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે. ઓક્ટોબર, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 18 તારીખ બાદ પાછોતરો વરસાદ નહીં, પરંતુ દિવાળી માટે ફરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

પ્રવાસના શોખીન એવા ગુજરાતવાસીઓ માટે હવામાનને લઇને કરવામાં આવેલી આગાહી સાવધાન કરનારી છે. આ આગાહી તહેવારોમાં ઉત્તર ભારતના પ્રવાસે જનારા લોકોને ખાસ સાવધાન કરી રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પ્રવાસે જનારા લોકો ખાસ કરીને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરી શકે છે. દિવાળીના તહેવારોમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો તમે દિવાળી પર પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ ને પ્રવાસ નું પ્લાનિંગ કરજો. અંબાલાલ પટેલે પ્રવાસના શોખીનો માટે મોટી આગાહી વ્યક્ત કરી છે.

Leave a Comment