હવામાન વિભાગની મોટી આગાહી: આ રાજ્યોમાં 5 દિવસ પડી શકે ધોધમાર વરસાદ, જાણો ક્યાંથી અને ક્યારે લેશે ચોમાસું વિદાય

ભારતીય હવામાન વિભાગે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે અરુણાચલ પ્રદેશમાં 26 સપ્ટેમ્બરે અલગ-અલગ જગ્યાએ ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે.

• હવામાન વિભાગે વરસાદ માટેની આગાહી કરી

• ઘણા રાજ્યોમાં હળવાથી માધ્યમ વરસાદ પડશે

• 30 સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાઈ થશે

દેશના મોટાભાગના રાજ્યોમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે અરુણાચલ પ્રદેશમાં 27 સપ્ટેમ્બરે અલગ-અલગ જગ્યાએ ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કહ્યું કે 26થી 28 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે. IMD એ રવિવારે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ ઓછી થઈ શકે છે. તે જ સમયે, 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ-સિક્કિમમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

સાથે જ 27 સપ્ટેમ્બરે ઓડિશામાં મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સપ્તાહના અંત સુધીમાં રાષ્ટ્રીય રાજધાની અને નજીકના વિસ્તારોમાંથી પીછેહઠ કરે તેવી સંભાવના છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 24 કલાક બાદ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં એન્ટી-સાયક્લોન સિસ્ટમ રચાશે અને રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઉત્તરપશ્ચિમી પવનો શરૂ થશે, જેનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે.

ભારત પૂર્ણવિરામ લેશે!

“સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું, તે પછી, આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસાના પૂર્ણ વિરામ માટે પરિસ્થિતિઓ વધુ અનુકૂળ બની શકશે, આશા કરીએ છીએ કે 30 સપ્ટેમ્બર સુધીમાં દિલ્હીમાં ચોમાસું પૂર્ણવિરામ લેશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની લાઇન ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. દિલ્હીમાં 21 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી અવિરત વરસાદને કારણે રાજધાનીમાં છેલ્લા દોઢ મહિનામાં ભારે વરસાદની અછતને પહોંચી વળવામાં મદદ મળી હતી.

Leave a Comment