3. રેડ ઍલર્ટ / અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન… ભારત પર ભયાનક સંકટને લઈને ઍલર્ટ – cyclone

પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરાગનામાં દિવાળીથી જ વરસાદનું આગમન થઇ ગયું છે. IMD એટલે કે વેધર ડિપાર્ટમેન્ટે તૂફાનને લીધે કોલકત્તા, હાવડા, હુગલી પૂર્વી મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ પરગનામાં 25 ઑક્ટોબરમાં ભારી વરસાદની આગાહી પણ આપી છે. આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યાં છે.

બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો 

વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાન વિભાગ દ્વારા રેડ તેમજ ઓરેન્જ એલર્ટ જારી.

દિવાળીનાં શુભ પર્વની વચ્ચે બંગાળ પર અતિ સંકટનાં વાદળો ઘેરાણાં છે. હવામાન વિભાગે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઇ દબાણ વધ્યું છે. જેના કારણે 25 ઑક્ટોબર સુધી પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર વાવાઝોડાની આશંકા છે અને એલર્ટ પણ જારી કરી દેવાયા છે.

રેડ, ઓરેંજ અને યેલો એલર્ટ જારી

આ સિતરંગ વાવાઝોડું 25 ઑક્ટોબરની સવારે બાંગ્લાદેશ કોસ્ટમાં તિનોકાના દ્વીપ અને સાન દ્વીપની વચ્ચેથી પસાર થઈ શકે છે. હવામાન વિભાગે આ વાવાઝોડાંને ધ્યાનમાં લઇને કેટલીક જગ્યાએ રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરેલ છે. હવામાન વિભાગ અનુસાપ જ્યારે સિતરંગ વાવાઝોડું બંગાળની સીમા પાસેથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે તો તેની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે અને ગસ્ટિંગ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની રહેશે.

ભારે વરસાદની સંભાવના

સિતરંગ વાવાઝોડાને લીધે પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરગનાંમાં દિવાળીના શુભ પર્વે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ વિષયની માહિતી આપતા લોકોને ચેતવણી આપી છે. ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતી વખતે કહ્યું છે કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા પણ રહેલી છે. તે 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે.

કયા કયા સ્થળોએ આગાહી ?

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની સંભાવના છે. આ દબાણ 25 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે 26 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે. તે ધીરે-ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પણ શક્યતા છે.

Leave a Comment